કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ મંદિર પોતાની અનેક સેવાકીય પ્રવુતિથી પ્રચલિત છે.
જેમ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નું જાજરમાન આયોજન કરાયું હતું.જેમા નવે નવ દીવસ સુધી અવનવા પ્રાચીન અર્વાચીન રાસો બાળાઓ એ રજુ કરી રમઝટ બોલાવી હતી.તેમજ઼ નવે નવ દિવસ બાળાઓ ને વિવિધ દાતાઓ દ્વારા નાસ્તો આપવામાં આવતો હતો. અને ચાલીસ થી વધુ નાની મોટી બાળાઓ એ માતાજી ની આરાધના કરી હતી.તેમજ મામાં સાહેબ ગરબી મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષ થી નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.
જેમાં આજરોજ શરદપૂનમ નિમિતે બાળાઓ ને મામાં સાહેબ મંદિર દ્વારા ગરબી મહોત્સવ ના આયોજક અને મંદિર ના સંચાલક શ્રી રાજુભાઈ ડેર સહીત નાઓ ના હસ્તે લાણી વિતરણ કરાય હતી. તેમજ દૂધ પૌઆ નો પ્રસાદ વિતરણ કરાયો હતો.અહીંયા શરદ પૂનમ ની રાત્રે પણ બાળાઓ રાસે ઝુમી હતી.જેમાં આ કાર્યક્રમ ને સફળ બનાવવા અને આ સુંદર અને સુચારુ આયોજન માટે મામાં સાહેબ ગરબી મંડળ ના કાર્યકર્તાઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાઁ આવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ રાજકોટ

