Gujarat

ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ટ્રેક્ટર રેલી, નવા જાહેરનામાને કાળો કાયદો ગણાવ્યો, બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા

સરકાર દ્વારા જુનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં આજે ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને આ કાયદાનો વિરોધ નોંધાયો હતો.