તા.૨૫મીએ યોજાશે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ
નિવારણ કાર્યક્રમ: તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા
અમરેલી તા.૬ સપ્ટેમ્બર,૨૦૨૪ (શુક્રવાર) લાઠી તાલુકા મામલતદાર કચેરી તા.૨૫-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તા.૧૭-૯-૨૦૨૪ના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મળી જાય તે રીતે મોકલવા. સામૂહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
રોહિત ૦૦૦
