Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી કે.કે હાઈસ્કૂલમાં હાસ્ય દિવસની ઉત્સાહભેર કરવામાં આવી ઉજવણી

શ્રી કે.કે  હાઈસ્કૂલ અને કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ,સાવરકુંડલામાં તારીખ ૩-૮-૨૪ ને શનિવારના રોજ CA સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી .આજના વર્તમાન સમયમાં ચિંતાથી ભરેલા જીવનમાં લોકો હાસ્યને ભૂલી ગયા છે.વિદ્યાર્થીઓ પણ ભણતરના ભારથી બધું ચિંતિત બનતા જણાય છે. એવા સમયમાં વિદ્યાર્થીઓને હળવાફુલ અને ચિંતામુક્ત બનાવવા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો.આ  ઉજવણીમાં વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ત્રણ ભાઈઓ તથા બે બહેનોએ રમુજી ટુચકા, હાસ્ય કવિતા અને જોક્સ દ્વારા હાસ્યની છોળો ઉડાવી  હતી. આ કાર્યક્રમમાં  આપાભાઈ માંજરિયા સાહેબ દ્વારા રમુજી ટુચકાઓ રજૂ કરી સૌને પેટ ભરીને હસાવ્યા હતા. શિક્ષક વર્ષાબેન પટેલ દ્વારા હાસ્યનુ માનવ જીવનમાં મહત્વ ,હાસ્યના પ્રકારો, હાસ્યની  ઔષધી તરીકે માનવ જીવનમાં ઉપયોગીતા સમજાવવામાં આવી હતી . સમગ્ર વાતાવરણ હાસ્યવિભોર થઈ ગયું હતું .શાળાના પ્રિન્સિપાલ  ચેતનભાઈ ગુજરીયાએ હાસ્યની છોળો ઉડાવનાર સર્વ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને તથા શિક્ષકશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન  પ્રિન્સિપાલ શ્રીગુજરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ  વર્ષાબેન પટેલ દ્વારા સુંદર રીતે  કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી