Gujarat

ભચાઉના ગમડાઉમાં એલસીબીએ દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર દેશી હથિયાર ધરાવતા ઈસમો સામે પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે. ત્યારે હવે ભચાઉના ગમડાઉ ગામેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપીને સામખિયાળી પોલીસ મથકના હવાલે કરાતા પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સૂચના અને નાયબ પોલીસવડા (ભચાઉ) સાગર સાબડાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ એન એન ચુડાસમા તથા સ્ટાફ દ્વારા ભચાઉ તાલુકાના સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ભચાઉ તાલુકાના ગમડાઉ ગામે દત્તક નગર વિસ્તારમાં રહેતા વશરામ ઉર્ફે જગદિશ વેલાભાઈ કોલી પાસેથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગરની સીંગલ બેરલ વાળી દેશી હાથ બનાવટની લાકડાના હાથા વાળી બંદુક ઝડપી પાડી હતી. રૂ.5 હજારની કિંમતની દેશી બંદૂક સાથે ઝડપાયેલા આરોપી સામે સામખીયાળી પોલીસ મથકે આર્મ્સ એકટ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.