દ્વારકા જિલ્લાના ભાણવડના વાડી વિસ્તારમાં એક છ ફૂટ લાંબો અજગર માછીમારી જાળમાં ફસાઈ જતા તેને જોઈને ભયભીત થયેલા વાડી માલિક દ્વારા એનિમલ લવર્સ ગ્રુપ ભાણવડને જાણ કરાતા તેમણે તથા સ્વંયસેવક વિજયભાઈ ખૂટીએ આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરીને બરડા ડુંગરમાં મુક્ત કરવા કામગીરી કરી હતી.
જયારે આ અગાઉ ભાણવડ વિસ્તારમાં ઘુમલી પાસે એક ખુલ્લા કૂવામાં નાનું બાળ શિયાળ છ-સાત દિવસથી ખૂબ ઉંડા કૂવામાં પડી ગયુ હતુ.આ બાળ શિયાળના બચ્ચાને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્યોએ હાઇડ્રોલીક એમ્બ્યુલન્સ સાથે ઘુમલી પહોંચી જઈને રાત્રે કઠિન ઓપરેશન પાર પાડીને સાત દિવસથી કૂવામાં પડેલા બાળ શિયાળને બહાર કાઢી નવજીવન આપ્યું હતું. ખંભાળીયા ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સતત થતી માનવતાવાદી પ્રવૃત્તિઓથી લોકોમાં પણ જાગૃતત્તા આવતા કોઈ પશુ પરેશાનીમાં હોય,ક્યાંય સાપ નીકળે તો તુરંત જ લોકો સંસ્થાનો સંપર્ક કરે છે!

