Gujarat

સબસિડીના યુરિયામાંથી વાહનમાં વપરાતું લિક્વિડ બનાવાતું, LCBએ ચારને ઝડપી પાડ્યા, છ સામે ગુનો નોંધાયો

દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લીકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું. જેમાં બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરી મોટા પ્રમાણમાં સબસિડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં એલસીબી પોલીસે કુલ છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવી ચાર ઈસમો ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે

આજના જમાનામાં સોશિયલ મીડિયા લોકોને ખૂબ જ ઉપયોગી થાય છે, પરંતુ કેટલાક લોકો તેનો દુરુપયોગ પણ કરતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડૂચકવાડાની એક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક ઇસમો ભેગા મળીને સોશિયલ મીડિયાના યુટ્યુબમાં યુરિયા ખાતરમાંથી લિક્વિડ યુરિયા કેવી રીતે બનાવવામાં આવે તેની પદ્ધતિ જાણકારી મેળવી હતી. જે બાદ સબસિડીવાળું યુરિયા ખાતરમાંથી bs6 ગાડીઓમાં વપરાતું લિક્વિડ યુરિયા બનાવવાનું શરૂ કરી દીધું હતું.

અલગ અલગ લિક્વિડ બ્રાન્ડેડ કંપનીઓના નામે bs6 ગાડીઓમાં વપરાતું યુરિયા લિક્વિડ ખાતર લોકોને વેચીને છેતરપિંડી આચરતા હતા. જોકે, જેની બાતમી બનાસકાંઠા એલસીબી ટીમને થતાં જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ એલસીબીએ તત્કાલિક એક ટીમ બનાવી હકીકતવાળી જગ્યાએ ડુચકવાડા ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં કેટલા ઈસમો ભેગા મળી યુરિયા ખાતરમાંથી લિક્વિડ બનાવવાની સામગ્રી સાથે એલસીબી ટીમે ચાર ઈસમોને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા. દિયોદર પોલીસ મથકે કુલ 6 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે દિયોદરના ASP જણાવ્યું હતું કે, 23 ડિસેમ્બરના ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ખાતે યુરિયા ખાતર મેળવી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લીકેટ ફેક્ટરી ચાલે છે, જે આધારે LCBની એક ટીમ ડૂચકવાડા પહોંચી તપાસ કરી હતી. જેમાં સરકાર માન્ય ખાતર ખરીદતા હતા બેલ્કમાં અને આ લોકો યુટ્યુબમાં વીડિયો જોઈને ખાતરમાંથી લિક્વિડ યુરિયામાં રૂપાંતર કરતા હતા.

જેમાં bs6માં ફરજીયાત છે. જે અલગ અલગ કંપની જેનિયુક કરી વેચતા હતા. લોકોને છેતરપિંડી કરતા હતા, જેવી ખબર પડતાં પોલીસે ચાર આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમાં કુલ છ ઈસમ ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યારે હાલ 1 લાખ 15થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડુપ્લીકેટ બનાવેલું લિક્વિડ યુરિયા સહિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.