રાજકોટ શહેર ઓટો રિક્ષામાંથી ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ પકડી પાડતી LCB.
રાજકોટ શહેર તા.૧૫/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની ગે.કા. પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PSI આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત કે, ફુલછાબ ચોક ભીલવાસ શેરીનં.૨ ગુરૂનાનક કરીયાણા ભંડાર દુકાન પાસે અગાઉ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ નજીર ઉર્ફે મુન્નો અલ્લારખાભાઇ ઠાસરીયા તથા તેનો દિકરો ઇરફાન નજીરભાઇ ઠાસરીયા નાઓ 2 CNG રીક્ષામાં ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો સંતાડી રાખી વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે તપાસ કરતા રીક્ષામાં ડ્રાઇવર સીટ નીચે બનાવેલ ખાનામાંથી વેચાણ અર્થે રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. નજીર ઉર્ફ મુન્નો અલ્લારખાભાઇ ઠાસરીયા રહે. ભીલવાસ શેરીનં.૨ ફુલછાબ ચોક રાજકોટ. ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો કુલ.કિ.૧,૩૪,૫૨૪ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.