Gujarat

માંડવીના કોડાય પાસેથી એલસીબીએ ખનીજ ચોરી કરતાં ત્રણ ડમ્પરને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યા

કચ્છ જિલ્લામાં બેફામ ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતી રહે છે. ખનીજ ચોરી ડામવા વહીવટી તંત્રના વિભાગો દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી રહે છે.

જોકે મોટી આવક રળી આપતી કુદરતી ખનીજ સંપદાનું ગેરકાયદે ખનન અવિરત થતું રહે છે. આ વચ્ચે આજે પશ્વિમ કચ્છ એલસીબી દ્વારા કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર બ્લેક ટ્રેપ(ખનીજ) ભરતા ત્રણ આઇવા ડમ્પર તથા લોડરને પકડી ડીટેઇન કરી લેવાયા હતા.

જપ્ત મુદ્દામાલને ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી કોડાય પોલીસ મથકે રાખવામાં આવ્યા છે.