Gujarat

ઉનામાં ગોંદરા ચોક પાસે ટ્રકમાં પાર્સલ સર્વિસની આડમાં વિદેશી દારૂની બોટલોના જથ્થા સાથે  એક શખ્સને LCB ટીમે ઝડપી લીધો

ઉનામાં ગોંદરા ચોક પાસે ટ્રકમાં પાર્સલ સર્વિસની આડમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જિલ્લા એલસીબી ટીમ વોચ ગોઠવી આ ટ્રક ની અંદર તપાસ કરતા પાર્સલ સર્વિસની આડમાં અલગ અલગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો તેમજ મોબાઇલ ટ્રક સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ ડાભોર રોડ પર રહેતો રવિ પરષોતમ રામાણી પાર્સલ સર્વિસનો ધંધો કરતો હોય આ શખ્સ ગોંદરા ચોક ઓમ માર્ટ મોલ પાસે પાર્સલ સર્વિસની આડમાં આઇસર કંપનીની pro 2049 બંધ બોડીની સફેદ કલરની મીની ટ્રક GJ-32-T-5472 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો હોવાની બાતમી આધારે LCB ઇન્ચાર્જ પી.આઈ. એ. બી. જાડેજાના માર્ગદર્શન મુજબ LCb psi એ. બી. વોરા તથા lcb ના પો. હેડ. કોન્સ રાજુભાઈ ગઢીયા , પેરોલ ફરલો સ્કોડ ના એ. એસ. આઈ સુભાષભાઈ ચાવડા. પો. હેડ કોન્સ પ્રવીણ ભાઈ મોરી સહીતની ટીમે પાર્સલની અંદર તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-72 મળી આવી હતી. તેમજ કાળા કલરનો મોડેલ CPH 2505 મોબાઇલ સહીત કુલ કી.રૂ. 3,41,720 ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેમજ અન્ય એક શખ્સ દીપક ઉર્ફે ભુરો બાબરીયા એ આ દારૂનો જથ્થો આપેલ હોવાનું ખુલતા આ બન્ને શખ્સો સામે એલસીબી બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.