Gujarat

છોટાઉદેપુર તાલુકાના ચિસાડીયા  બ્રિજ ઉપર ક્ષતિ સર્જાતા અકસ્માતોની વણઝાર,કોંગ્રેસ નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત આગેવાનોએ મુલાકાત લીધી

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના ચિસાડીયા  બ્રિજ ઉપર ક્ષતિ સર્જાતા અકસ્માતોની વણઝાર જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલ ઓવરબ્રિજ ઉપર ક્ષતિ સર્જાઈ છે. લોખંડની હેવી એંગલ રોડ ઉપર ઊંચી થઈ જતા અનેક વાહન ચાલકો  અકસ્માતનો ભોગ બન્યા છે. હવે કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્થાનિકોએ ભેગા મળી એંગલને ઊંચી કરી હતી. ત્રણ ત્રણ દિવસથી રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું હતું તેવા સ્થાનિકો  આક્ષેપો લગાવી રહ્યા છે.કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા,સ્થાનિક આગેવાન સોમાંભાઈ રાઠવા સહિત આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી. સ્થાનિક આગેવાન અને કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

20240111_144803.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *