Gujarat

વહેલી સવારે સુરતના કેટલાક વિસ્તારમાં હળવું ઝાપટું, છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન થયા બાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના આજે કેટલાય જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. ગતરોજ વલસાડ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનાગર સહિતમાં વરસાદ વરસ્યો હતો.

હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનો આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.

ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક રસ રહી ગઈ હતી. સવારના સમય જ વરસાદના પગલે નોકરી ધંધે જતા લોકોને અટવાવાનો વારો આવ્યો હતો.