ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ટેવોજ એક કિસ્સો ખેડામાં બન્યો હતો જેમાં ખેડાના કપડવંજમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને દારુનું ગરેકેડેસર રીતે વેચાણ થાય તે પહેલાજ ઝડપી લેવામાં આવ્યું હતું.
આ દરોડામાં ૪.૯૯ લાખની દારુની ૨ હજારથી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે. કપડવંજના મીના બજારના બારોટ વાડામાં દારુનો ઝડપાયો છે. કુલ ૬.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ કરાયો છે. પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ૪ શખ્સો વોન્ટેડ જાહેર કર્યા છે. એસએમસી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

