Gujarat

બીજા માટે જીવવું.- સંત રાજીન્દર સિંહજી મહારાજ

ઘણીવાર આપણે બધાએ સાંભળ્યું હશે કે દરેક ધર્મગ્રંથ બીજાની ભલાઈ માટે પોતાના ત્યાગની પ્રેરણા આપે છે. વિભિન્ન ધર્મમાં એવી કવિતા અથવા વાર્તા આવે છે કે જે આપણને બતાવે છે કે કેવી રીતે પ્રભુની કૃપા દ્રષ્ટિ તે ઇન્સાન પર થાય છે જેને જરૂરતના સમયમાં કોઈ બીજાની મદદ કરી હતી. મદદ કરવા વાળો કોઈ સંત અથવા મહાત્મા ન પણ હોય પરંતુ જો તેના કોઈ ઉત્તમ કાર્યથી બીજાઓને આરામ પહોંચે છે તો પ્રભુની નજરમાં તેની શોભા વધી જાય છે.
આપણે વધારે પડતા એવા લોકોને દ્રષ્ટાંતો થી પ્રેરિત હોઈએ છીએ જેમણે બીજાઓને બચાવવા માટે પોતાનું જીવન મુશ્કેલીમાં મૂકી દીધું હોય. આપણે એવા વીરોનું સન્માન કરે છે જેમણે પોતાના દેશ માટે પ્રાણ ત્યાગી દીધા. આપણે તેવા લોકોને શહીદની ઉપાધિ આપીએ છીએ જેમણે માનવતાની મદદ કરતા પોતાના પ્રાણ ગુમાવી દીધા. સંતો-મહાપુરુષો ના અનુસાર સેવા આપણા જીવનના સૌથી મહાન કાર્યોમાંથી એક છે.
પરંતુ આવું બહુ ઓછું થાય છે કે એક સામાન્ય માણસને કોઈ બીજા ને બચાવવા માટે પોતાના જીવનનો ત્યાગ નો નિર્ણય લેવો પડે. આપણા દૈનિક જીવનમાં એવી બહુ તકો આવે છે જ્યારે આપણે કોઈ બીજાની સહાયતા પોતાના સમય, ધન, સાધન અથવા પોતાની પ્રતિભા દ્વારા કરી શકીએ છીએ.
સાચી નિષ્કામ સેવા ક્ષેત્રમાં પરિવારની સાથે સાથે બધી માનવતાની સેવા કરવી પણ સામેલ છે. બધા માટે પ્રેમની ભાવના, બધાથી પ્રેમ અને બધા ની સહાયતા કરવી સલાહારી જીવનના ગુણોમાંથી એક છે. સુફી સંત ફરમાવે છે કે પ્રભુએ મનુષ્ય બીજા થી પ્રેમ કરવા અને મદદ કરવા માટે બનાવ્યા છે. જો પ્રભુને ફક્ત ભક્તિ જ કરાવવી હોય તો તેના પાસે દેવી-દેવતાઓ તો પહેલેથી જ હતા. સૃષ્ટિમાં ફક્ત મનુષ્ય ને જ બીજાઓથી પ્રેમ કરવા અને સહાયતા કરવાનો ઈશ્વરીય ગુણ “સહાનુભૂતિ” મળે છે.
      આપણી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભલે બીજા પોતાના વિશે ચિંતિત હોય પરંતુ આપણે પોતાનું દિલ ખોલીને બીજાના દુઃખ દર્દ મા સામેલ થવું જોઈએ. જ્યારે લોકો પર દુર્ભાગ્યવશ પ્રાકૃતિક આપત્તિ આવે છે અને જ્યારે તેઓ બે ઘર થઈ જાય છે તો તેઓ ભોજન, વસ્ત્ર અને દવાઓ પણ લઈ શકતા નથી. આવા મુશ્કેલીના સમયમાં આપણે એમની સહાયતા કરી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ સહાયતા કરીએ છીએ ત્યારે આપણું દિલ વિશાળ થવા લાગે છે અને ત્યારે જ આપણને આંતરિક શાંતિ, આનંદ અને ખુશીની પ્રાપ્તિ થાય છે.
     દુનિયામાં એવા બહુ લોકો છે જેમણે બીજાની મદદ કરવા માટે પોતાને સમર્પિત કર્યા છે અને તેમના જીવન સ્તર સુધારવામાં સહાયતા કરી છે. કેટલાય વર્ષો થી વૈજ્ઞાનિકોએ લોકોના જીવનને વધારે સુરક્ષિત તથા આરામદાયક બનાવવા માટે અનેક આવિષ્કાર કર્યો છે. એવી જ રીતે કેટલાક ડોક્ટર્સ પણ અનેક બીમારીઓનો ઈલાજ કરવા માટે પથાક પરિશ્રમ કર્યો છે. થોડા અન્ય લોકોએ બીજા ને સ્વતંત્રતા અને અધિકારો માટે પોતાના પ્રાણ ગુમાવી દીધા. એવી જ પ્રકારના કેટલાક સંતો મહાપુરુષો એ બીજાની આધ્યાત્મિક ઉન્નતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
     આવો! આ મહાન લોકોની જેમ આપણે પણ આ સંસારમાં લોકોના જીવનને સારું બનાવવામાં પોતાનું યોગદાન આપીએ અને પ્રભુ દ્વારા આપવામાં આવેલી પોતાની ક્ષમતા, જ્ઞાન તથા પ્રતિભા નો ઉપયોગ બીજાની ભલાઈ માટે કરીએ. ત્યારે આપણે સાચા અર્થમાં બીજાઓ માટે જીવીશું.