છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામે નાની સિંચાઈ તળાવ યોજના અંતર્ગત મરામત તથા મજબુતીકરણ જેમાં માટી પાળાનું જંગલ કટીંગ, માટીકામ, ડ્રાય રબલ સ્ટોંગ પીચિંગ, જુના એચ.આર.વેલની જગ્યાએ નવા એચ.આર.વેલનું બાંધકામ અને H.R.ના નવા NP3 પાઈપ નાખવાની કામગીરી તેમજ encasing, એચ.આર.નો એપ્રોચ સ્લેબનું નવીનીકરણ, રેલીંગ, તથા ડેમ સાઈટ પર આવર જવર માટે ૨૦૦ મીટરની લંબાઈના એપ્રોચ રોડની કામગીરી અંદાજિત 3.11 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે.

જ્યારે આજે આ કામગીરીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, સહકારી આગેવાન ઉમેશભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, સિંચાઈ વિભાગના અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઝેર ગામે આવેલ નાની સિંચાઈ તળાવમાં કામગીરી થશે તો 607 હેક્ટર જેટલા કલ્ચરેબલ કમાન વિસ્તારમાં આવતા ઝેર,ચિલરવાટ, જલોદા, ખજુરીયા, દુમાલી અને ગુંગાવાડા ગામના ખેડૂતોને લાભ થશે. જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

