૩૩ વર્ષ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલના કહેવા પર ડિઝાઈન તૈયાર કરી હતી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પહેલો માળ તૈયાર થઈ ગયો છે. ૨૨ જાન્યુઆરીએ રામલલ્લા આ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આવા સંજાેગોમાં એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે બાર અને સિમેન્ટ વગર બની રહેલા આ મંદિરની ડિઝાઈન કોણે અને ક્યારે તૈયાર કરી છે. હવે જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, તો તેનો જવાબ જાણવો જરૂરી છે. ભગવાન રામના આ મંદિરને વર્ષ ૧૯૯૦માં ચંદ્રકાંત સોમપુરાએ ડિઝાઇન કર્યું હતું.. ચંદ્રકાંત સોમપુરા એક પારિવારિક આર્કિટેક્ટ છે અને મંદિરો ડિઝાઇન કરવા માટે આ તેમની ૧૫મી પેઢી છે.
ચંદ્રકાંત સોમપુરા અને તેમના પરિવારે અગાઉ સોમનાથ મંદિર, મુંબઈમાં સ્વામિનારાયણ મંદિર અને કોલકાતામાં બિરલા મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. હવે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ અયોધ્યાના શ્રી રામ મંદિરની ડિઝાઇન ફરી એકવાર ચર્ચામાં છે. આ ડિઝાઇન મુજબ ભગવાન રામનું આ મંદિર ૧૬૧ ફૂટ ઊંચું હશે અને લગભગ ૨૮,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં હશે.. ચંદ્રકાંત સોમપુરાનું કહેવું છે કે તેમણે ૩૩ વર્ષ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલના કહેવા પર રામ મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. તેમણે આ ડિઝાઇન ૧૯૯૦માં કુંભ મેળા દરમિયાન સંતો સમક્ષ રજૂ કરી હતી અને ઘણી ચર્ચા બાદ આ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી હતી. જાે કે, મંદિર-મસ્જિદના વિવાદને કારણે તે સમયે આ ડિઝાઇન પર વધુ કામ થઈ શક્યું ન હતું..
હવે વર્ષ ૨૦૨૦માં કોર્ટના ર્નિણય બાદ આ ડિઝાઈનમાં નજીવા ફેરફાર કરીને વર્તમાન મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ૨૦૦થી વધુ મંદિરોની ડિઝાઈન તૈયાર કરી છે. આમાંના મોટાભાગના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સોમનાથ મંદિરનું નિર્માણ થયું ત્યારે ચંદ્રકાંત સોમપુરાના દાદા પ્રભાશંકર ઓગડભાઈએ તેની ડિઝાઇન તૈયાર કરી હતી..
સોમપુરાનું કહેવું છે કે રામ મંદિરની ડિઝાઇન અનોખી છે અને તેમાં ક્યાંય લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રામ મંદિર માટે બંસી પહાડપુરના ગુલાબી પથ્થર અને સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે આ મંદિર હજારો વર્ષ સુધી સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે બંસી પહાડપુરનો પથ્થર જેટલો જૂનો થશે તેટલો મજબૂત બનશે. તેથી, મંદિરને મજબૂત કરવા માટે સ્ટીલનો ઉપયોગ કરવાની જરૂર નથી.