Gujarat

લુહાર જ્ઞાતિ સમાજ સાવરકુંડલા શ્રી મુળદાસ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ માટે  નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો 

આ સર્વ રોગ નિદાન કેમ્પમાં આવેલ  તમામ દર્દીઓને તબીબી   તપાસ અને દવા  મફત  આપવામાં આવી  અમદાવાદનાં પ્રખ્યાત ડોક્ટર  ડો. જીનલબેન હરસોરા એમ. ડી. (બી. એચ એમ. એસ) હોમિયોપેથિક દ્વારા  ચામડીના રોગ, ગમે તેવી જુની ધાધર, ખરજવું, મોંમાં ચાંદા પડવા,ગમે તેવી જુની એલર્જી, શરદી,ઉધરસ,સ્ત્રી રોગ સફેદ પાણી પડવા, પેડુંમાં દુખવું,ખરતા વાળ, ટાલ પડવી, ચક્કર આવવા, ગેસ એસીડીટી પિત્ત વાયુ, સફેદ દાગ, સાંધાના દુખાવા, સાયટીકા, શરીરમાં ખાલી ચડવી, નસ દબાવી, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવી તમામ રોગની સારવાર  આપવામાં આવેલ આ કેમ્પ તારીખ૧૫/૯/૨૦૨૪ રવિવારના સાવરકુંડલા શહેરમાં નદી કાંઠે આવેલ લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે રાખવામાં આવ્યો હતો
આ કેમ્પમાં  ડો.નયન ચૌહાણ, જ્ઞાતિ પ્રમુખ કનુભાઈ સોલંકી,ઉપપ્રમુખ જયસુખભાઇ વાળા, અનિલભાઈ ચૂડાસમા, દિનેશભાઈ પરમાર, કિશોરભાઈ ચૂડાસમા, જીતેન્દ્રભાઈ ચૂડાસમા તેમજ અલ્પેશ મકવાણા, મહેશ ડોડીયા,ભાવેશ કવા, અનિલ ચૂડાસમા, પ્રકાશ વાળા, કિરીટ ચિત્રોડા, કારોબારી હોદ્દેદાર સભ્ય જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને  સફળ બનાવ્યો હતો.
બિપીન પાંધી