શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિના નેજા હેઠળ શાહપુરના રથયાત્રા માર્ગની પોળો, ચાલીઓમાં વસતાં પરિવારોના સંતાનોને “રૂ. 10મા 10 નોટબુક અને 10 ફૂલસ્કેપ ચોપડા” શિક્ષણનું પ્રમાણ વધે, શહેરના કોટ વિસ્તારમાં વસવાટ કરીને પણ જીવનમાં આગળ વધી શકાય છે તેવો ભાવ બળવત્તર કરવાના હેતુંથી છેલ્લા ત્રણ વર્ષ સેવા પ્રકલ્પ હાથ ધરવામાં આવે છે.

આ સેવા પ્રકલ્પના અન્વયે તૈયાર કરવામાં આવેલ નોટબુક અને ફૂલસ્કેપ ચોપડા જ્ઞાનપોથીનું લોકાર્પણ જગન્નાથમંદિરના મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનપોથી 1000 જેટલાં છાત્ર-છાત્રાઓને 2 જુનના રોજ ભાવસાર હોલ શાહપુર ખાતે સવારે 9 કલાકે શિક્ષણવિદ, સ્કુલબોર્ડ અમદાવાદના પૂર્વ ચેરમેન તેમજ ગુજરાત વિશ્વ વિદ્યાલયના પૂર્વ ઉપકુલપતિ ર્ડો. જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
જ્ઞાનપોથી લોકાર્પણ અને “સૌ ભણે,સૌ આગળ વધે, કોટ વિસ્તારનું નામ રોશન કરે” સંદેશ પ્રસારના આજના પ્રસંગે ર્ડો. અશ્વિન ભાવસાર, રાજેશ શુક્લ, ભરત પ્રજાપતિ, મુકેશ પંચાલ, નીલેશ ભાવસાર, રાજેશ કે ભાવસાર, ભારત ભાવસાર, શૈલેશ ભાવસાર, બળવંત ભાવસાર ઉપસ્થિત રહ્યા હતાં. મહંત દિલીપદાસ મહારાજ તેમજ સમાજસેવી ધર્મેન્દ્ર પંડ્યા “સુદામા” નું સમિતિના સદસ્યો દ્વારા જ્ઞાનપોથી સહિત વૈવિધ્યસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. “જય જગન્નાથ” ના નારા સાથે જ્ઞાનપોથી લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.