આમ સાવરકુંડલામાંથી માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ પછી સત્તાધાર મહંત શ્રી વિજયબાપુના સમર્થનમાં કાનજી બાપુની જગ્યાના મહંત હસુબાપુ પણ આગળ આવ્યા. ગતરોજ કાનજી બાપુની જગ્યાના મહંત હસુબાપુએ પણ પૂ. વિજયબાપુ ઉપર કરવામાં આવેલા તથ્યહિન કહીને સખત આક્ષેપોને વખોડી કાઢ્યા
સાવરકુંડલા ખાતે આવેલ પ. પૂ. કાનજી બાપુની જગ્યાના મહંત હસુબાપુએ તાજેતરમાં સત્તાધાર મહંત પ. પૂ. વિજયબાપુ ઉપર કરવામાં આવેલ ગંભીર આક્ષેપોને પાયા વિહોણા ગણીને સખત શબ્દોમાં વખોડી કાઢી જણાવ્યું હતું કે કાનજી બાપુની જગ્યાના મહંત તરીકે હસુબાપુ પોતે વિજયબાપુની સાથે છે અને સાથે રહેશે. આવા પાયાવિહોણા આક્ષેપ કરનારને સખત શબ્દોમાં કાઢીને સનાતની પરંપરાની છબીને ખરડવાના આ પ્રયાસને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે. અને સમય આવ્યે આવા તત્વોને જાહેરમાં ખુલ્લા પાડવા જોઈએ.
આ આક્ષેપ માત્ર વિજયબાપુ પર નથી પરંતુ સત્તાધાર આપા ગીગામાં અખૂટ શ્રદ્ધા રાખનાર લાખો ભાવિકો સેવકોની લાગણીને દુભાવનાર છે. આમ સાવરકુંડલાના માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ પછી હવે કાનજી બાપુની જગ્યા સાવરકુંડલાના મહંત હસુબાપુ પણ પૂ. વિજયબાપુના સમર્થનમાં નિવેદન કરીને આવા તથ્યહિન આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢતાં જોવા મળ્યા.
બિપીન પાંધી સાવરકુંડલા