Gujarat

ગીર ગઢડા તાલુકા ના ધોકડવા ગામ ના મહેશભાઈ જાની થયા IAS તેમનુ ધોકડવા ગામે સન્માન સમારોહ યોજાયો

 

ઉના – ગીર ગઢડા વિસ્તારના ગૌરવસ્વરૂપ IASશ્રીને લોકો દ્વારા સન્માન અને શુભેચ્છાઓ..
   અમદાવાદમાં GST કમિશનર તરીકે ફરજ બજાવતા, ધોકડવા ગામના વતની શ્રી મહેશભાઈ શાંતિલાલ જાની સાહેબ તાજેતરમાં IAS તરીકે પસંદગી પામ્યા છે.
     કોઈ એક ગ્રુપ કે જ્ઞાતિ ને બદલે ધોકડવા-ઉના વિસ્તારના તમામ જ્ઞાતિના લોકોએ એકત્રિત થઈ તા.24/2/2024ના રોજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ધોકડવા મુકામે શ્રી મહેશભાઈ જાની સાહેબનું સન્માન કર્યું.
    ધોકડવા વિસ્તારના ધોકડવા બિલ્ડર વાપી વલસાડ ગ્રુપ તેમજ ધોકડવા ગામ ના આગેવાનો
ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિતના તમામ જ્ઞાતિઓના પ્રતિનિધિઓએ જાની સાહેબને, વિવિધ પ્રકારની ભેટ આપીને સન્માનિત કરી ગૌરવની લાગણી અનુભવી..
  ઉપસ્થિત લોકોએ જાની સાહેબ કોઈને વ્યક્તિગત મદદ કરવા ઉપરાંત ધોકડવા ગામની શાળામાં કે પછી સમગ્ર ગામને કઈ રીતે મદદરૂપ બનેલા તે બાબતે પોત-પોતાના અનુભવો વ્યક્ત કર્યા.
     શ્રી મહેશભાઈ જાની સાહેબે તેમના વક્તવ્યમાં, ધોકડવા ગામની પ્રાથમિક શાળા અને ઉનાની શાહ એચ.ડી. હાઇસ્કુલમાં તેમની સાથે ભણતા વિવિધ જ્ઞાતિના, તમામ મિત્રો સાથેના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા. હાજર હતા તે તમામ મિત્રોને સ્ટેજ પાસે બોલાવીને તેમની સાથે તસવીરો લીધી.
   મિત્રો અને ગામ લોકો સમક્ષ પોતાનું સન્માન કરવા બદલ આભાર ભાવ વ્યક્ત કરતા, તેમની આંખો ભીની થઈ ગઈ..
     શ્રી મહેશભાઈના IAS બનવા બદલ સમગ્ર વિસ્તાર ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવે છે…

IMG-20240226-WA0066.jpg