જામનગરમાં કડિયાવાડ દગડુ શેઠ ગણેશ ઉત્સવ દ્વારા છેલ્લા 27 વર્ષથી વિઘહર્તાની મૂર્તિ બનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષ કંતાન, સફેદ, કાપડ, પુઠા, વાસ કાગળ સુતરી દોરા અને અનાજ નો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી દુંદાળા દેવની સવા પાંચ ફૂટની મૂર્તિ બનાવવામાં આવી રહી છે.
આ મૂર્તિમાં આઠ કિલો ચોખા, પાંચ કિલો,જુવાર પાંચ કિલો ઘઉં અને ત્રણ કિલો બાજરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિ રાષ્ટ્રીય ધ્વજ ના કલર આધારિત બનાવવામાં આવશે. વિનાયકની પ્રતિભા 8 થી 10 લોકો ને બનાવતા પંદર દિવસનો સમય લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે દગડુશેઠ ગણપતિ મહોત્સવ 28 ના વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ સ્થાપના દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
એઈટ વન્ડરફ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ સતત આઠ વર્ષથી ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે તેમજ અત્યાર સુધીમાં તેઓ 145 કિલોની ભાખરી 1,11,11 લાડુ તેમજ 7 ધાનનો ખીચડો 51.6 ફૂટ ની અગરબત્તી તેમજ ફિગર પેઇન્ટિંગ માં ગણેશજીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું.
આ વર્ષે પણ આ ગ્રુપ દ્વારા વિશિષ્ટ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિને 551 મીટર ની પાઘડી પહેરાવવામાં આવશે તેમજ ગણપતિજીને પ્રસાદરપી મોદક બનાવીને ધરવામાં આવશે.

