Gujarat

સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા ગામમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત મેલેથીઓન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો

સાવરકુંડલા તાલુકાનાં મોટાઝીંઝુડા ગામમાં સરપંચશ્રી પંકજભાઈ ઉનાવાની હાજરીમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત મેલેથીઓન પાવડરનો છટકાવ કરવામાં આવ્યો, જેમાં ગામની સ્કૂલ, આંગણવાડી અને કાચા માટીના લિંપણની દિવાલમાં અને ઘરોમાં ચાંદીપુરા વાઈરસથી થતી બિમારીના અટકાવ માટે મેલેથીયોનનો છટકાવ કરેલ છે..તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે ગામના કુવામાં નિયમિત ક્લોરીનેશન કરવામાં આવે છે.
આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર  મીના સાહેબ તથા મેડિકલ ઓફિસર સિધ્ધાર્થ સાહેબ તથા મેડિકલ ઓફિસર પારઘી સાહેબ તથા સુપરવાઈઝર  મુકુંદભાઈના માર્ગદર્શન નીચે  આરોગ્ય કર્મચારી નિતિનભાઈ વિંઝુડા દ્વારા આ આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવેલ છે. સરપંચ પંકજ ઉનાવા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.