Gujarat

માંગરોળ માં મુંગા પશુઓને વિજ શોક લાગવાના વારંવાર ના બનાવો માટે વિજ કંપની દ્વારા સલામતી ના કડક નિયમો ની અંમલવારી – ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કારણભૂત

માંગરોળ માં મુંગા પશુઓને વિજ શોક લાગવાના વારંવાર ના બનાવો માટે વિજ કંપની દ્વારા સલામતી ના કડક નિયમો ની અંમલવારી માં આચરવામાં આવતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કારણભૂત છે
    વિજ કંપનીના શોટ સર્કિટથી જીવલેણ અકસ્માત ન થાય અને કોઈ માણસ કે પશુઓની જાન ન જાય તે માટે દરેક વિજ પોલ સાથે ઉપરથી નીચે સુધી ગેલ્વેનાઈઝનો જાડો વાયર થાંભલાની સમાંતર જમીનમાં થાંભલાની બાજુમાં પાંચ ફૂટ ઉંડો ખાડો( થાભલા માટે કરાયેલ ખાડા ઉપરાંત અર્થિગ માટે અલગ ખાડો) કરી તેમાં મીઠું કોલસો માટી અને પાણી નાખી અર્થિગ માટે ના તાર સાથે લોખંડની પ્લેટ બાધી ખાડામાં ઉતારી દાટી ને પાકું અર્થિગ કરી જમીન થી થાંભલા સાથે જોડાઈને ઉપર જતા આ અર્થિગ વાયર માં પ્લાસ્ટિક નો કાળો જાડો પાઈપ લગાવી ઢાંકી દેવામાં આવે છે જેથી થાંભલા માં કોઈ શોર્ટ સર્કિટ થાય તો પાવર સીધો જમીનમાં ઉતરી જાય અને કોઈ અકસ્માત ન થાય આ નિયમ છે
   માંગરોળ માં દરેક પોલમાં ઉપરથી ઉતરતો અર્થિગ વાયર તો દેખાય છે પણ નિચે થાંભલા પાસે અલગ ખાડો કરી પાકુ અર્થિગ કરવાને બદલે થાંભલાના ખાંચામાં આ અર્થિગ વાયર બાંધી થાંભલા સાથે એક જ ખાડામાં તેને ઉતારી દે છે ઉપરથી એવું લાગે કે નિયમ મુજબ અલગ ખાડો કરી પાકુ અર્થિગ થયું છે કોઈ આ વાયર ખેચે તો થાંભલા ના ખાંચામાં બાંધેલો હોય અને આ ખાચો જમીનમાં દટાયેલ હોય દેખાય નહીં કે ખેંચવા થી નિકળે નહીં અને આ રીતે અલગ પાંચ ફૂટ ખાડો કરવાની મજુરી, કોલસો, મીઠું, તેમાં ઉતારવાની લોખંડની પ્લેટ વેચી નાખવામાં આવે છે ક્રોસ ચેકીંગ માં પણ અધિકારીઓ ઓફીસ મા બેસી પૈસા લઈને ઓકે નો રીપોર્ટ આપી દે છે પરીણામે પાકું અર્થિગ ન હોવાથી ચોમાસામાં શોર્ટ સર્કિટ ના સમયે પાવર જમીનમાં ઉતરતો નથી અને માણસ કે પશુ તેનો ભોગ બની મરણ પામે છે આ ભ્રષ્ટાચાર ના વિષચક્ર નો ભોગ માંગરોળ માં પશુઓ બની રહ્યા છે,,