Gujarat

ગીર ગઢડા મામલતદાર કચેરી ના ગેટ પર મામલતદાર નો ડ્રાઈવર પીધેલી હાલતમાં ઝડપાયો

લ્યો બોલો બસ ગીર ગઢડા તાલુકામા આજ જોવાનું બાકી હતું

વાડ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો

ગીર ગઢડા મામલતદાર કચેરીમાં અવારનવાર દારૂની ખાલી બોટલો તેમજ કોથળી જોવા મળતી હોય છે

ત્યારે કાલે રાત્રી દરમિયાન મામલતદાર કચેરી ના કમ્પાઉન્ડમાં મામલતદાર ની ગાડી ના ડ્રાઇવર તરીકે નોકરી કરતો શખ્સ મહેબુબ મૂસા ગોહિલ નામનો શખ્સ ગીર ગઢડા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા રાત્રી દરમિયાન પેટ્રોલીંગ કરી રહીં હતી તે દરમિયાન અશ્વિનભાઈ સોસા ની નજરમાં એક ફોર વિલ કાર મામલતદાર કચેરી ના ગેટ ના કમ્પાઉન્ડ મા ઉભેલી હોય તેના પર સંકા જતા તપાસ કરતા મામલતદાર ના ડ્રાઇવર તેમજ તેનો જોડીદાર મિત્ર પીધેલ હાલતમાં મળી આવ્યા હતા

જેની પોલીસ દ્વારા ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે ગીર ગઢડા મામલતદાર દ્વારા ગીર ગઢડા તાલુકા સેવાસદની અંદર કમ્પાઉન્ડમાં મામલતદાર ના ડ્રાઇવર જ પીધેલી હાલતમાં પકડાયેલ હોય તો તો મામલતદાર દ્વારા ડ્રાઇવર ઉપર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.

રિપોર્ટર ધર્મેશ ગીર ગઢડા