મૃતકના પરિવારનો આક્ષેપ : બળજબરીથી વીડિયો બનાવ્યો મૃતક યુવાનોના પિતાના વિડિયો વાયરલ થયા હતાં જેમાં તેમણે પોતે સામુહિક શ્રદ્ધાંજલિના કાર્યક્રમને સમર્થન આપતા નહિ હોવાનું કહયું હતું.
મંગળવારે એક મૃતકની માતા જયારે બીજાની બહેનનો વિડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમારી સાથે ચૈતર વસાવા જ ઉભા રહયાં છે તેમને અમારા પ્રસંગમાં આવવા દો. અગાઉના વિડીયો દબાણ લાવીને બનાવવામાં આવ્યાં હતાં ત્યારે આ વિડિયો ઉતારનારા કોણ તે પણ તપાસનો વિષય બન્યો છે.
તાલુકા પંચાયતના સભ્યને નજરકેદ કરાયાં ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવાને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજર કેદ કરાયાં હતાં. શ્રદ્ધાંજલિમાં જતા અટકાવતા સરકાર પર આકરા પ્રહારો કરી સરકારની આદિવાસીની નીતિ રીતે બાબતે તાનાશાહ ગણાવી હતી. સરકારે પરિવારને શકય તમામ મદદ કરી છે ચૈતર વસાવા અને કોંગ્રેસ ના આગેવાનો મૃતકોના શ્રદ્ધાંજલિના નામે રાજકારણ રમવા જાય છે.
એ ખોટું છે. સરકારના બે મંત્રીઓ આવ્યા સરકારે મૃતકો ને સહાય પણ આપી, એજન્સી પાસેથી સહાય અપાવી, પોલીસે તાત્કાલિક એક્શન લઈને 6 આરોપીઓ ની ધરપકડ કરી છે પરિવાર સાથે બધા છે.
ચીકદા કેવડિયા કોલોની ખાતે નિર્માણધીન થઇ રહેલા ટ્રાયબલ મ્યૂઝિયમના બે આદિવાસી કર્મચારીની ચોરીની આશંકાએ થયેલી હત્યા બાદ મૃતકોને સામુહિક શ્રદ્ધાંજલિ આપવાના આપ-કોંગ્રેસના એલાને રાજકિય રંગ પકડયો હતો.અલબત્ત, પોલીસે સામુહિક શ્રદ્ધાંજલીના કોંગ્રેસ-આપના કાર્યક્રમને મંજુરી નહીં આપીને કરવા જડબેસલાક બંદોબસ્ત ગોઠવીને કેવડિયાની બોર્ડર સીલ કરી દીધી હતી.એટલુ જ નહીં,દેડિયાપાડાથી કેવડિયા જવા રવાના થયેલા ધારાસભ્ય ચૈતર વસાવાની દેડિયાપાડામાં જ પોલીસે અટકાયત કરતા દેડિયાપાડામાં મૃતકોની તસવીર મૂકીને સામુહિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બીજી તરફ, ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી કોંગ્રેસ-આપના આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ટ્રાયબલ મ્યુઝિયમની કામગીરી કરી રહેલાં કોન્ટ્રાકટરના કર્મચારીઓએ ચોરીની આશંકાએ બે યુવાનોને તાલિબાની સજા આપી હતી. બંને યુવાનોને દોરડાથી બાંધી દઇ ઢોર માર મારતાં તેમના મોત થયાં હતાં. ઘટના બાદથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.
ડીટેઇન કરાયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સરકારના આદેશથી પોલીસે કેવડિયા જતા રસ્તાઓ સીલ કરી દઇ અમને ત્યાં જતા રોકવાનું કૃત્ય કર્યું છે જેની સામે અમારો વિરોધ છે. પોલીસે ખોટી રીતે અમારી હેરાનગતિ કરી છે કોઇ રાજકીય કાર્યક્રમ ન હતો માત્ર આગેવાનો મૃતકોને શ્રધ્ધાજલિ આપવા માટે જવાના હતાં તેમ છતાં કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પોલીસે મને તથા મારા કાર્યકરોને કેવડિયામાં આવવા નહિ દઇને હેરાનગતિ કરી છે. અને અમને રોકવાનાો પ્રયાસ કર્યો છે. > ચૈતર વસાવા. ધારાસભ્ય ડેડીયાપાડા

