Gujarat

પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા અને રૂપનગર ગામે જાહેર માર્ગ તેમજ હાટ બજારની સાફ સફાઈ કરાઈ

-પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર..

પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા અને રૂપનગર ગામે જાહેર માર્ગ તેમજ હાટ બજારની સાફ સફાઈ કરાઈ

રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસથી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તા.17 સપ્ટેમ્બરથી તા.31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવશે. ત્યારે આ અભિયાનમાં પાટણ જિલ્લો પણ સહભાગી બન્યો છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા અને રૂપનગર ગામે જાહેર માર્ગ, હાટ બજાર અને મુખ્ય માર્ગની સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં લોકોએ લોકભાગીદારીથી સ્વચ્છતા હી સેવાના આ અભિયાનને વધાવી લીધો હતો.

IMG-20240919-WA0044-0.jpg IMG-20240919-WA0043-1.jpg IMG-20240919-WA0042-2.jpg