કપડવંજ તાલુકાના ભૂતિયા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સી. આર.પરીખ બ્લડ બેંક કપડવંજ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રકતદાન થકી (૨૦)બોટલ એકત્રિત કરવામાં આવી હતી.ડેરીના સેક્રેટરી ભરતભાઈ મોહનભાઈ ઝાલા,ડેરીના ચેરમેન ઇન્દ્રજીતસિંહ ઝાલા, વા.ચેરમેન ભાથીભાઈ ઝાલા એ મહત્વનો ફાળો આપી રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.તમામ રક્તદાતાઓને અમૂલસંઘ તરફથી શુભેચ્છા ગિફ્ટ પણ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી , સીનીયર લેબ. ટેકનિશિયન મેઘા શાહ,સ્ટાફ નર્સ કૈલાશબેન શર્મા , બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગભાઈ પરમાર,વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી.

