15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની આજરોજ દ્વારકા જિલ્લામાં આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલ્યાણપુર તાલુકાની કે.કે. દાવડા હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

આ સમારોહમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો જોડાયા હતા. સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સન્માન સમારોહ પણ યોજાયો હતો.

દ્વારકાના ભડકેશ્વર ગ્રુપ દ્વારા સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર ગોમતી નદીના જળમાં અલગ અલગ કરતા કરતબો કરી ધ્વજ વંદન કરીને રાષ્ટ્રને સલામી આપવામાં આવી હતી.

આવી ઉજવણી જોવા માટે બહારગામ થી પધારતા હજારોની સંખ્યામાં ભક્તો તથા સ્થાનિક લોકોએ નજારો માણ્યો હતો.

આ સાથે માણેક એકેડમીના જવાનોએ પાંચ કિલોમીટર ધ્વજ સાથે રનિંગ કરી રાષ્ટ્રને સલામી આપી હતી. ઉલ્લેખનીય છે કે માણેક એકેડેમી ના સંસ્થાપક રામસિંગભા માણેક દ્વારા દ્વારકાના જવાનોને સખત પરિશ્રમ કરાવી ભારતીય સેનામાં સેવા બજવવા મોકલ્યા છે.





