Gujarat

ઉનાના ઉમેજ, સામતેર ગામને જોડતા પુલનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા અને સરકારની ગાઇડ લાઇન મુજબ કામો કરવા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે કોન્ટ્રાક્ટર સાથે સમીક્ષા કરી..

ઉનાના ઉમેજ, સામતેર ગામને જોડતા પુલની સ્થળ મુલાકાતે ધારાસભ્ય પહોંચ્યા હતા. અને પુલનું કામ પુર્ણ થવાના આરે છે. જેથી ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવામાં આવે અને સરકારની ગાઇડ લાઇન મુજબ કામો કરવા ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર સાથે સમીક્ષા કરી હતી.
લોકસભાની ચુટણી પૂર્ણ થતાની સાથેજ ૩.૦ મોદી સરકાર રચના બાદ કામોની સમીક્ષા કરતા  ઉના વિધાનસભાના વિસ્તાર ઉમેજ-સામતેર ગામને જોડતો એક માત્ર પુલ ટુકા ગાળામાં કામ પૂર્ણ થવાની આરે છે. ત્યારે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડએ સ્થળ મુલાકાત લઈ પુલનું જાતે નિરિક્ષણ કર્યુ હતું. અને ચોમાસા પહેલા વાડી વિસ્તારના લોકોની નવા પુલ ઉપરથી અવર-જવર થઇ શકે તેને ધ્યાને રાખી આ પુલનું બાકી રહેલુ કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટરને સુચના આપવામા આવી હતી. અને સરકારની ગાઇડ લાઇન મુજબ કામો કરવા કોન્ટ્રાક્ટર સાથે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડએ સમીક્ષા કરી હતી.