ઉના ચાંચકવડ રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઇડ નર્સરીની સામે નકામા કચરાનો જથ્થો એકત્ર કરી તેને અહી નાશ કરવામાં આવતો હોય છે.

આ સ્થળ ઉપર રસ્તાની સાઈડોમાં કચરાના મોટા મોટા ઢગલા પડ્યા હોય જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય આ બાબતની જાણ ઉનાના કાર્યશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બોલાવી 3 જેસીબી, 6 થી વધુ ટ્રેક્ટર સ્થળ ઉપર બોલાવી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરી આ તમામ કચરાને દૂર કરવામાં આવ્યો હતો.


