Gujarat

જેતપુર પાવી તાલુકાના આંબાખુંટ ગામે આકસ્મિક આગમાં લપેટાયેલા ઘરની ધારાસભ્યએ મુલાકાત લીધી

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના આંબાખૂંટ ગામે અચાનક આકસ્મિક આગ લાગવાને પગલે એક ઘર આગની લપેટમાં લપેટાતા ઘરમાં ઘરવખરી સરસમાન આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો. જેને પગલે ભારે નુકસાની થઇ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
જોકે, આ ઘટનાની જાણ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આગજન્ય બનાવમાં નુકસાની અંગેનો સ્થળ તપાસ કરી ત્યાગ મેળવી આ આગની ઘટનામાં થયેલા નુકસાની અંગે સર્વે રિપોર્ટ તૈયાર કરી જરૂરી નુકસાની સહાય અસરગ્રસ્ત પરિવારને મળે તે માટે કાર્યવાહી કરવા જવાબદાર તંત્ર અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જેતપુરપાવી તાલુકાનાં આંબાખુંટ ગામે અચાનક આકસ્મિક આગ લાગવાને કારણે ગરીબ પરિવારનનું ઘર આગની લપેટમાં ભસ્મીભૂત થયું હોવાની માહિતી મળતા આગ લાગવાને પગલે ઘરમાં રહેલો ઘરવખરી સર સમાન આગમાં હોમાય જવાને કારણે ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો. આ આગની બનેલી ઘટનામાં ઘરવખરી સામાન સહિતની ચીજવસ્તુઓ બળી જવાથી પીડિત અસરગ્રસ્ત પરિવારને ભારે નુકસાનીનો સામનો વેઠવાની નોબત ઉભી થઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર