છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સન્માન સુખી જળાશય યોજના જેની કેનાલો જર્જરીત હતી, વર્ષોથી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય વિધાનસભાના ધારાસભ્યોના પ્રયાસોથી સરકારે તમામ કેનાલોનું આધુનિકરણ કરવાની કામગીરી હાથ ઉપર લઇ અને રૂપિયા 225 કરોડના ખર્ચે નહેરોનું આધુનિકરણ કરવાનુ કામ મંજૂર કરાયું. આજે જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા હસ્તે ખાતમુહુર્ત કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

સાથે છેવાડાના માનવીને પીવાના પાણીની સુવિધા મળે તે માટે સંખેડા અને નસવાડી તાલુકામાં રૂપિયા 85 કરોડના ખર્ચે નવા પ્રોજેક્ટનુ પણ ખાતમુહુર્ત મંત્રી બાવળિયાના હસ્તે કરાયું. કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભા સાંસદ નારણ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી , જિલ્લા પંચાયતનાં પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત આગેવાનો અધિકારીઓ અને મોટી સંખ્યમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા


