સંતો મહંતો, કથાકારો, મહામંડલેશ્વરો, રાજકીય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો હાજરીમાં ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામ ખાતે ત્રિદિવસીય ભગવાન રામ, લક્ષ્મણ, જાનકીજી અને રાધાકૃષ્ણના નૂતન મંદિરની તેમજ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ત્રણ દિવસ સુધી ઉજવણી કરવામાં આવી હતી આતકે અનંત વિભૂષિત પંચ દસનામ જુના અખાડા મહામંડલેશ્વર જયઅંબાનંદ ગીરી માતાજી તેમજ આંતરરાષ્ટ્રીય રામાયણી પૂજ્ય મોરારીબાપુ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં ધર્મસભામાં ઉપસ્થિત ભાઈઓ બહેનોને આશિવર્ચન પાઠવ્યા હતા.મોટાઝીંઝુડા રામજીમંદિર અને રાધાકૃષ્ણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હેમાદ્વિ, કુટિર હોમ, પંચાગ હોમ, ગામના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા, મંડપ પ્રવેશ, જળયાત્રા, મહાઅભિષેક, મહાયજ્ઞ, સંધ્યા પૂજન, શિખર કળશ, ધ્વજારોહણ વગેરે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી ત્રણ દિવસ સુધી બંને ટાઈમ સમગ્ર ગામ ધુમાડા બંધ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાત્રેના ભવ્ય સંતવાણીમાં ભજનીક ગોપાલ સાધુ, સંગીતા લાંબડિયા સહિતના કલાકારો દ્વારા ડાયરો યોજાયો હતો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે સામાજીક કાર્યક્રમો, વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, પ્રાકૃતિક ખેતી જાગૃતિ, રક્તદાન કેમ્પ, વ્યસન મુક્તિ અભિયાન વગેરે કાર્યક્રમો યોજાયા હતા તેમજ ધર્મસભામાં વિશ્વ વંદનીય મોરારીબાપુ, મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી, પૂજ્ય ભયલુબાપુ પાળીયાદ, મહામંડલેશ્વર કર્ણીરામદાસબાપુ દુધરેજ, દ્વારકેશલાલજી મહોદય, ભક્તિરામબાપુ-માનવ મંદિર, સિતારામબાપુ – નાનાઝીંઝુડા વગેરે સંતો મહંતો અને કથાકારોએ આશિવર્ચન પાઠવ્યા હતા
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન ગગલાણી, ગેડીયા, રાઠોડ, ખુમાણ, નિમાવત, સુહાગીયા, રામાણી, ગોસ્વામી, કોલડીયા, દુધાત, શેઠ, સોની, રાદડિયા, ગોહિલ, જાદવ, ઉપાધ્યાય, નાડા, ચૌહાણ વગેરે પરિવારો અને સમગ્ર મોટાઝીઝુડાના ગ્રામજનો રહ્યા હતા આ તકે અમરેલી જીલ્લાના સાંસદ સભ્ય નારણભાઈ કાછડિયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, અશોકભાઈ ખુમાણ ઠવી, હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી વગેરે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા સામાજીક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ઉપપ્રમુખ ભાભલુભાઈ ખુમાણ, મંત્રી ધીરજલાલ રાઠોડ, હસમુખભાઈ ગેડીયા, કન્વીનર આર.બી.નિમાવત, લાલજીભાઈ કોલડીયા, બટુકભાઈ ગેડીયા, જસુભાઈ ખુમાણ, સંજયભાઈ ખુમાણ વગેરે ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો.એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું