મોરબી તાલુકા સેવા સદનમાં આવેલી મામલતદાર કચેરીમાં આધારકાર્ડ અને રેશનકાર્ડની કેવાયસીની કામગીરીમાં લોકોની ભીડ વધવાથી ભારે તકલીફો પડતી હોવાનો દિવ્ય ભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થતા જિલ્લા કલેક્ટર હરકતમાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીએ આજે વહેલી સવારે તાલુકા સેવા સદનની મામલતદાર કચેરીની વિઝીટ લઈ આધારકાર્ડ અને રેશનકાર્ડની કેવાયસીની કામગીરીનું ચેકિંગ કર્યું હતું.
આ ચેકિંગ દરમિયાન લોકોને આધારકાર્ડની કામગીરીમાં તકલીફ પડતી હોય 17 આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવામા આવ્યા છે. અધિકારીઓ, કર્મચારીઓને તાકીદ કરી લોકોને પણ ભીડ ન કરવા અને નજીકના કેન્દ્રમાં આ કામગીરી થઈ શકશે તેવું કહ્યું હતું.
મોરબી તાલુકા સેવા સદનમાં દરરોજ 100થી 150 લોકો અહીં આવતા હતા. પણ ટોકન માત્ર 40 જેટલા લોકોને જ આપવામાં આવતું હોય અનેક લોકોને ધક્કા થતા હતા.અનેક દિવસોથી દરરોજ લાઈનો લાગતી હતી.
લોકોને પડતી હાડમારીનો જિલ્લા કલેકટર કિરણ ઝવેરી મેદાને આવ્યા હતા અને લોકોને હાલાકી ન પડે તે માટેનI વ્યવસ્થા કરાવી હતી. જિલ્લા કલેકટરે અહીં બે કીટ શરૂ કરાવી 100 લોકોને ટોકન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને તાલુકામાં 17 આધારકાર્ડ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા હોવાનું અરજદારોને જણાવ્યું હતું.