Gujarat

છોટાઉદેપુર તાલુકાના મલાજા  ગામે ખેતરમાં 2023ના પ્રવેશ મહોત્સવના સિમ્બોલ વાળી 1000 થી વધુ સાયકલો પડી રહી છે. આદિવાસી કન્યાઓને પ્રવેશ વખતે એક વર્ષ પહેલા આ સાયકલો આપવાની હતી પરંતુ હજુ સુધી સાયકલો આપવામાં આવી નથી. સુખરામ રાઠવા એ ખેતર પડી રહેલી સાયકલો અત્યાર સુધી કેમ ના આપવામાં આવી તેવા ગંભીર આક્ષેપો કર્યા

.છોટાઉદેપુર થી બે કિલોમીટર દૂર આવેલ મલાજા ગામ આવેલ છે. ત્યાં ખુલ્લા ખેતર માં સાયકલો પડી હોવાની માજી વિપક્ષના નેતાને જાણ થતા જે જગ્યા ઉપર સાયકલો પડી હતી. તે જગ્યાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં 2023 શાળા પ્રવેશ મહોત્સવના સિમ્બોલ વાળી બિન વારસી એક હજાર જેટલી સાયકલો પડી રહી હતી.
જયારે આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતી બાળકીઓ માટે કન્યા કેળવણી યોજના હેઠળ સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીનીઓને 2023 ની સાયકલો આપવામાં આવી નથી. એક વર્ષનો સમય પછી પણ હજુ સુધી સાયકલો મળી નથી ત્યારે સુખરામ રાઠવાનો આક્ષેપ છે. કે ગામડાઓમાંથી વિદ્યાર્થીનીઓ પગપાળા અને ખાનગી વાહનોમાં જીવના જોખમે અભ્યાસ માટે તાલુકા મથકે ચાલતી શાળાઓમાં અભ્યાસ માટે આવે છે.
ત્યારે આ વિદ્યાર્થીનીઓને સાયકલો મળી હોત તો ભાડું ખર્ચવાની નોબત આવત ના આદિવાસી વિસ્તારમાં સરકાર ગ્રાંટો ફાળવે છે. પરંતુ તેના તરફ ધ્યાન આપતી નથી. જયારે આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી લોકો માટે આવતી યોજનાઓમાં ખર્ચ સરકારી ચોપડે પડી જાય છે. પરંતુ આવી રીતના સાયકલો ધૂળ ખાઈ છે. 1000 થી વધુ સાયકલો મળી છે. તેની પાછળ જવાબદાર કોણ તેની તપાસ સરકાર દ્વારા કરવામાં આવે તે જરૂરી બન્યું છે. સુખરામ રાઠવા એ માંગ કરી છે. કે જિલ્લા કલેકટર અને સરકાર આ બાબતમાં ધ્યાનમાં લે તે જરૂરી છે.