Gujarat

વિકાસ સપ્તાહ અંતર્ગત  પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા)ના 200 થી વધુ આવાસોના ખાતમુહૂર્ત કરાયું 200થી વધુ ગ્રામિણોનું પાકા ઘરનું સ્વપ્ન સાકાર થયું 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આદિવાસી વસ્તી ધરાવતા આ જિલ્લામાં પાકા ઘર આજથી 23 વર્ષ પહેલાં સ્વપ્ન સમાન હતા. વનબંધુઓના આ સ્વપ્નને સાકાર કરવાનો ભગીરથ પ્રયાસ રાજ્ય સરકાર શરૂ કર્યો. પરિણામ સ્વરૂપ આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ પાસે પોતાના પાકા ઘર છે.
આદિવાસીઓના પાકા ઘરના સાકાર કરવા માટે વિકાસ સપ્તાહ અંતગર્ત છોટાઉદપુર જિલ્લાના ૬ તાલુકાની ગ્રામપંચાયતોમાં  જિલ્લા ગ્રામ વિકાસ  એજન્સી હેઠળના પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા) હેઠળના ૨૦૦થી વધુ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રેહાન પટેલ છોટાઉદેપુર