ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે તાજેતરમાં ખંભાળિયા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 647મી જન્મજયંતિ નિમિત્તે સંત રોહિદાસજીનું પૂજન અર્ચન તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ધીરુભાઈ ટાકોદરા દ્વારા મોટી સંખ્યામાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગીતાબા જાડેજા અને જિલ્લા મંત્રી નિમિષાબેન નકુમની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ખંભાળિયા તાલુકા ભાજપ અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ લખુભાઈ ચાવડા, ઉપપ્રમુખ પાલાભાઈ પરમાર, પ્રકાશભાઈ ચાવડા, મંત્રી મનોજભાઈ વાઘેલા, કોષાધ્યક્ષ મનીષભાઈ બોચિયા, ઇન્ચાર્જ કરસનભાઈ માતંગ તેમજ કિસાન મોરચાના કોષાધ્યક્ષ વજુભાઈ વોરીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.