ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર,એસ એફ હાઇસ્કૂલ છોટાઉદેપુર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજ તા.૨૧-૦૨-૨૦૨૪ ના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી ના દિવસે વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષયના અનુસંધાને ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સૌપ્રથમ મહાનુભાવો દ્વારા ઉદઘાટન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં સૌપ્રથમ નિષ્ણાત-વક્તા ડો.વી.એમ પટેલ દ્વારા વ્યાખ્યાન, પ્રભાશંકર દ્વારા પરિસંવાદ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન તથા આમંત્રિત મહેમાનો –મહાનુભાવો તથા શિક્ષકમિત્રો દ્વારા મારા હસ્તાક્ષર કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી EI દીપક વાઘેલા,એસ એન કોલેજના આચાર્ય ડો વી એમ પટેલ તેમજ શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.જિલ્લા કો ઓર્ડીનેટર-ઇન્દ્રસિંહ રાઠોડ ,શાળાના આચાર્ય હિતેશ ચૌહાણ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા તમામ કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.