છોટાઉદેપુર થી માત્ર એક કિલોમીટરના અંતરે ઓરસંગ બ્રિજ આવેલ છે. આ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ઓરસંગ બ્રિજ રજવાડાના સમયે બનાવવામાં આવ્યો હતો. હાલ તો ઓરસંગ બ્રિજને સમય મર્યાદા પણ પતી ગઈ છે. છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ ને જોડતો નેશનલ હાઇવે 56 નો આ માર્ગ છે. આ માર્ગ છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ જતા વાહનો માટે મુખ્ય માર્ગ કહેવાય છે. જ્યારે ઓરસંગ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી જવાને લઈને વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ બ્રિજ ઉપર રોજના 1000થી વધુ વાહનો પ્રસાર થાય છે. આ બ્રિજની સમય મર્યાદા પતી જવાની લઈને બ્રિજ ખખડતજ હાલતમાં બન્યો છે. અને બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.

વર્ષો જુનો આ બ્રિજ જાને કે ખાડા મય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને વરસાદ પડવાને લઈને આ બ્રિજના ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે. અને પાણી ભરાવાને લઈને ક્યાં ખાડો પડ્યો છે. તેની પણ જાન વાહન ચાલકો અને લોકોને થતી નથી. જેને લઈને વારંવાર આ બ્રિજ ઉપર અકસ્માત બનવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આ બીજ ઉપર 108 એમ્બ્યુલન્સ સરકારી એસટી બસ સહિતના વાહનો પસાર થાય છે. અને 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે મહત્વની વાત એ છે, કે આ બ્રિજ રજવાડાના સમયે બનાવેલ હતો. અને તે સમયે આ બ્રિજને સાંકડો બનાવવામાં આવ્યો હતો. બ્રિજ સાંકડો હોવાને લઈને બે મોટા વાહનો પણ પસાર થઈ શકતા નથી. જો મોટી ગાડી સામેથી આવતી હોય તો એક ગાડીને એક સાઈડ ઉભા રહેવું પડે છે. અને ટ્રાફિક જામ પણ થાય છે. ઓરસંગ બ્રીજ થી નજીક ડોન બોસ્કો શાળા પણ આવેલી છે.

આ શાળામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરતા હોય છે. અને આ બ્રિજ ઉપરથી બાળકો પસાર થાય છે. અને બાળકો ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખુદ બાળકો માંગ કરી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી કરવામાં આવે તેવી પણ બાળકો માંગ કરી રહ્યા છે. સાથો સાથ વાહન ચાલકો અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓ આ બ્રિજની કામગીરી કરાવે અને બ્રિજને પહોળો બનાવવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે તંત્રના અધિકારીઓ ઊંઘમાંથી ઉઠી આ બ્રિજની કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

