વડોદરા હરણી એરપોર્ટ ખાતેથી અગામી દિવસોમાં લખનઉ, કલકત્તા તેમજ અમૃતસર સહિત દેશના અન્ય શહેરોમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવા એરપોર્ટ સલાહકાર સમિતિના અધ્યક્ષ યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષી દ્વાર અનુરોધ કરવામાં આવ્યો હતો.
એરપોર્ટ સલાહકાર સમિતિની વર્ષ 2024 માટે નવી રચાયેલી સમિતિના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે આજે પહેલી બેઠક મળી હતી.
નવા માળખાની સુવિધાની કામગીરી ચાલી રહી છે પહેલી બેઠકમાં સૌ સભ્યોએ ગ્રીન બિલ્ડિંગ, ગ્રીન એનર્જીને કેન્દ્રમાં રાખે એરપોર્ટની પ્રગતિને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો હતો. વડોદરા એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ઇમિગ્રેશન કસ્ટમ્સ અને સિક્યુરિટીની મુશ્કેલીઓ દૂર કરવા માટે હાલ નવા માળખાની સુવિધાની કામગીરી ચાલી રહી છે. સલાહકાર સમિતિના અધ્યક્ષ સાંસદે આ કામગીરીની પ્રગતિની સમિક્ષા કરી હતી.
ક્રેચીસ એરીયા ડેવલોપ કરવાનું તેમણે સૂચન કર્યું આ મિટિંગમાં તેમણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે અલગ લેન ઉભી કરવા તેમજ એરપોર્ટ પરિસરમાં કામ કરતા કર્મચારીઓ માટે સુરક્ષા માટે ક્રેચીસ એરીયા ડેવલોપ કરવાનું તેમણે સૂચન કર્યું હતું.
મિટિંગમાં ઇન્ટરનેટ નેશનલ એરપોર્ટ સંદર્ભે દર બે મહિને રીવ્યૂ મિટિંગની યોજવાનુ નક્કી કરાયું હતું. મિટિંગમાં સલાહકાર સમિતિના સભ્યોએ એરપોર્ટ પરિસરમાં નવી રેસ્ટોરન્ટ્સ, ફૂડ એરીયા અને કેફે વધારવા માટે એરપોર્ટ ઓથોરિટીને સૂચન કર્યું હતું.

