જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ધમસાણીયા રમેશ સર ને “રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ” મળ્યોજોડીયા તાલુકા ની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક ધમસાણીયા રમેશચંદ્ર શિવલાલ ને ગુજરાત રાજ્યના રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે. તેઓ ધોરણ છ થી આઠ માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે
તેઓએ ગણિત વિષયને સરળતાથી બાળકોને સમજાવી શકાય તે માટે ગણિતના ગીતો ,ગણિતની સાપસીડી ,ગણિતનું પુસ્તક ગણિત વાટીકા, ગણિતના મોડેલો, સરળ ગણિત વગેરે જેવી પ્રવૃત્તિ કરી બાળકોને ગણિત જેવો અઘરો લાગતો વિષય સરળતાથી સમઝાય તે માટે પ્રયત્નો કરેલા છે .આ ઉપરાંત તેમણે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા અને ઇનોવેશન ફેર માં પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા છે તેઓ ફક્ત શાળાના બાળકો જ નહીં પણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભ મળી શકે તે માટે પોતાના આ ઇનોવેશન વિવિધ શાળા અને શિક્ષકો સુધી પહોંચાડે છે.
તેઓ સરકાર શ્રી દ્વારા અપાતા વિવિધ તાલીમ કાર્યક્રમ તેમજ સંશોધન કાર્ય શાળામાં ભાગ લઈ પોતાના ગણિત વિષયના પ્રોજેક્ટ રજૂ કરે છે આ માટે તેમને સરકાર શ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર, ગુરુ ગૌરવ એવોર્ડ ,પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ જેવા અનેક એવોર્ડ મળ્યા છે .ગણિત ક્ષેત્રે તેમની આ સિદ્ધિ બદલ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ગણિત શિક્ષક તરીકે તેમની પસંદગી કરી તેમને એવોર્ડ આપવામાં આવ્યો અને સન્માનીત કરવામાં આવ્યા.આ માટે શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા તેમજ શિક્ષકશ્રીઓ અને ગામના સરપંચ તેમજ એસએમસી અધ્યક્ષ એ શાળા પરિવાર અને ગામ નું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.શેઠ

