ગાંધીનગરની દહેગામ નગરપાલિકા દ્વારા સફાઈ મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું
ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ મહા અભિયાન શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર શ્રી, ડેપ્યુટી એકાઉન્ટન્ટ શ્રી મ્યુનિસિપલ ઇજનેર શ્રી, તેમજ આસિસ્ટન્ટ સહિતના અધિકારીઓ તથા સ્ટાફ મેમ્બરો દ્વારા ઔડા ગાર્ડન તથા ઔડા તળાવની આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં અંદાજિત ત્રણ ટ્રેક્ટર જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.