જપ, તપ અને વ્રતનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો. ગઇકાલે સોમવારના શુભ દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ ભક્તો મહાદેવની અલગ અલગ રીતે આસ્થા અને વિશ્વાસ સાથે આરાધના કરી રહ્યા છે.
ત્યારે આજે અમે તમને દર્શન કરાવશું જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવના.. ગિરનારની ગોદમાં શહેરથી લગભગ 3 કિલોમીટરના અંતરે ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

જ્યાં સાક્ષાત મહાદેવ સ્વરૂપે ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. શિવભક્તોનો આ મંદિર અતૂટ વિશ્વાસ જોડાયેલો છે કે જ્યાં શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુ ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવે છે.
દર શ્રાવણ મહિને અહીં ભોજન, ભજન અને આરતી થાય છે. સોમવારના દિવસે ઈન્દ્રેશ્વર મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવ્યો છે અને મંદિર પટાંગણમાં ઢોલ શરણાઈના સુરો સાથે અહીંનું વાતાવરણ મહાદેવમય બને છે.

