Gujarat

 છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના કાર્યકર્તાઓ અને યુવાનો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય ટાઈબલ પાર્ટી એટલે કે બીટીપી ના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. હાથ સે હાથ જોડોના પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ અંગે નરેન્દ્ર ભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસ પાર્ટીના જે પણ ઉમેદવાર હશે તેઓને અમે જીતાડીને મોકલશું. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પરિવારમાં ખૂબ મજબૂતી સાથે 250 જેટલા કાર્યકર્તાઓ btp ના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવાની આગેવાનીમાં આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.તેઓનું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત કર્યું હતું.