Gujarat

નારી વંદન ઉત્સવ- ૨૦૨૪

છોટાઉદેપુર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ
કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અન્વયે જિલ્લાની તમામ કચેરીઓમાં રચાયેલી આંતરિક સમિતિના સભ્યો માટે સેમિનાર યોજાયો
“નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર ખાતે નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષસ્થાને ”મહિલા કર્મયોગી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી, જે અન્વયે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અન્વયે જિલ્લાની તમામ કચેરીઓમાં રચાયેલી આંતરિક સમિતિના સભ્યો માટે સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ઉપસ્થિત સૌએ કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંગેની શોર્ટ ફિલ્મ ” પ્રતિકાર ” નિહાળી હતી, તેમજ પ્રેઝન્ટેશન દ્વારા આ કાયદાની સમજ તથા ફરિયાદ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર  શૈલેષ ગોકલાણી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારી-કર્મચારીઓ તેમજ કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અન્વયે રચાયેલી આંતરિક સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર