વન વિભાગના અધિકારીઓએ વૃક્ષોનું નિરીક્ષણ કરી અને રોડની માપણી કરી હતી. જયારે રોડ બંનેવ સાઈડ 144 ફૂટનો બનશે. હાલતો વનવિભાગ દ્વારા વૃક્ષો નું સર્વે કરવામાં આવ્યું છે. નસવાડી બોડેલી પંચમહાલ દાહોદ અને મુંબઈ સુધી ફોરલેન રસ્તો બનાવવા માટે નેશનલ હાઇવે 56 ના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
રોડ બનાવવા માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની જમીન એક્વાયર કરીને ખેડૂતોને જમીનનું વળતર મળે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જયારે નસવાડી બોડેલી રોડ ઉપર સંખેડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ તેમજ નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણની માલિકીના બે રેન્જના 3700 જેટલા વૃક્ષો આવેલા છે. જેમાં વડોદરા કચેરી ના ઉચ્ચ અધિકારીઓ અને બંનેવ રેન્જના અધિકારીઓ નેશનલ હાઇવે 56 ઉપર વૃક્ષોનું માર્કિંગ મારવામાં આવ્યું છે.

તેની ચકાસણી કરી હતી. તેમજ નેશનલ હાઇવે 56 ટોટલ 144 ફૂટ પહોળો બનવાનો છે. તેમાં જ્યાં જ્યાં વૃક્ષો કાપવાની જરૂરિયાત છે. તે જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓની આખી ટીમ રોડ ઉપર કલાકો સુધી વૃક્ષોની ચકાસણી કરી હતી. જેમાં તમામ વૃક્ષો રોડ બનાવવામાં કાપવાની નોબત આવશે..અને તમામ વૃક્ષો રોડની અંદર આવી રહ્યા છે.
મોટા પાયે વૃક્ષોનું નિકનઁદન કરવાની નોબત આવશે. જયારે રોડ બનાવવા માટે નસવાડી બોડેલી હાઇવે ઉપર એકપણ વૃક્ષ બચે નહિ જયારે વૃક્ષ કાપ્યા બાદ જ રોડની કામગીરી હાથ ધરાશે. પ્રજાને સુવિધા મળે તે માટે નેશનલ હાઇવે 56 ને ફોરલેન બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેની સામે અલગ અલગ વિભાગ ના અધિકારીઓ કામગીરીમાં જોડાયા છે.

પ્રાંત કચેરી દ્વારા ખેડૂતોની જમીન રોડમાં લેવાની કામગીરી નેશનલ હાઇવે 56 વિભાગના અધિકારીઓ રોડના લેવલ લેવાની કામગીરી તેમજ એસ્ટીમેન્ટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રસ્તો પહોળો બનશે તો સ્ટૅચુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓને અને છોટાઉદેપુર જિલ્લાને મોટો ફાયદો થશે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના બે તાલુકા નસવાડી બોડેલીને રસ્તાનો લાભ મળશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

