Gujarat

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા રાષ્ટ્રીય એકતા ગ્રામ શિબિર “એક ભારત શ્રેષ્ઠ ભારત” સરદાર પટેલની 150 મી જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા વૈશ્વિક ઉત્સવ”, “રાષ્ટ્રના શિલ્પી સરદાર આપણા સરદાર સૌના સરદાર” ના સૂત્રને સાકાર કરતી ગ્રામ શિબિરનું મોગરી ગામ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

શ્રી રામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ તથા માનદ્ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલના માર્ગદર્શન અને આશીર્વાદથી કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા સમારંભના અતિથિ વિશેષ શ્રી ડૉ. વેદ મનન સ્વામી તથા આધ્યાત્મિક યોગીદાસજી બી.એ.પી.એસ. મંદિર આણંદ તથા કલ્પેશભાઈ પટેલ તથા સુનિલભાઈ પટેલ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, ત્યારબાદ અતિથિ વિશેષ તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી શ્રી ડૉ. વેદ મનન સ્વામીના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. અધ્યક્ષીય વક્તવ્ય આપતાં કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલે NSS નો પરિચય આપી, કોલેજના NSS વિભાગની થઈ રહેલી પ્રવૃત્તિઓથી રાજીપો વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ. મુકેશભાઈ જોશીએ કરી હતી.