તારીખ ૧૪-૯-૨૪ ના દિવસે એસ એમ જી કે શૈક્ષણિક સંકુલમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી થયેલ ત્યારબાદ ધોરણ પાંચની તથા ધોરણ નવની વિદ્યાર્થીની દ્વારા હિન્દી દિવસ વિશે પ્રવચન આપેલ તેમ જ સંસ્થાના એકેડેમી ડાયરેક્ટર બોદર સર તથા કુરેશી સાહેબ દ્વારા હિન્દી દિવસ વિશે બાળકોને સમજ આપવામાં આવેલ ત્યારબાદ પાંચમી સપ્ટેમ્બરના દિવસે જે વિદ્યાર્થીઓએ તથા વિદ્યાર્થીનીએ શિક્ષક તરીકે સારી ફરજ બજાવેલ તેમને ઇનામ આપવામાં આવેલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા રોકડ પુરસ્કાર આપી તમામને અભિનંદન પાઠવવામાં આવેલ અને આ રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ

બિપીન પાંધી

