પ્રાચી તીર્થ ખાતે આવેલી શ્રી ઓક્સફોર્ડ નર્વોદય વિદ્યાલય પ્રાચી ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ પ્રેરિત “રાષ્ટ્રીય યુવા દિન” નિમિત્તે આજ રોજ તા18 /1/2024ના રોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્વામી વિવેકાનંદ રમતોત્સવ ભાગ રૂપે ભારતીય પરંપરાગત પ્રાચીન રમતો ની હરીફાઈ યોજવા માં આવી હતી જેમાં શાળા ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં સંગીત ખુરસી, ગલ્લી દંડા, લંગડી, લીંબુ ચમચી, નારગોલ, રસ્સા ખેંચ, જેવી વિવિધ રમતો નું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સારા પરફોર્મન્સ માં એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ ને રાજ્ય કક્ષાએ થી સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામા આવશે આ તકે શાળા ના સંચાલક શ્રી ઉત્તમભાઈ ચાવડા તેમજ તમામ શિક્ષક સ્ટાફ તેમજ સુત્રાપાડા સંયોજક છગનભાઇ વાણવી સહિત નાઓ હાજર રહી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

