શ્રી મહિલા અધ્યાપન મંદિરમાં નવરાત્રીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા મંડળના પ્રમુખ નિરંજનાબેન અને મંત્રી સાવલિયા કાંતાબેન, નિલાબેન વાઘાણી તથા અન્ય સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ નિમિત્તે તાલીમાર્થી બહેનો દ્વારા ત્રણ મિનિટમાં વધારે ને વધારે ગરબા ગાનની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબરને ઇનામ વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અધ્યાપન મંદિરની તાલીમાર્થી બહેનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને રાસ ગરબા લીધા હતા.

જેમાં સૌથી સારા પહેરવેશ અને સારા ગરબા લેનાર બહેનોને ઇનામો આપવામાં આવ્યા હતા. ખૂબ ઉત્સાહ અને એનર્જીથી બહેનો અવનવા સ્ટેપ્સ સાથે માતાજીના ગરબા રમ્યા હતા. સાથે અધ્યાપન મંદિરનો સ્ટાફ બાબુભાઈ ચાવડા, રવિભાઈ મહેતા, ભાવેશભાઈ કાકલોતર, રેણુકા અરુણાબહેન અને મહિલા મંડળના સભ્યો આ પ્રસંગે જોડાયા હતા એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી

